NARMADA : રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચાઓનો અંત, જાણો શું કહ્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ

|

Aug 09, 2021 | 2:05 PM

ચર્ચાઓ એવી થઇ  રહી હતી કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નિયત સમય કરતા એટલે કે સરકાર પાંચ વર્ષ પુરા કરે એ પહેલા જ યોજવામાં આવશે.

NARMADA : રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હજી એક વર્ષથી વધુ સમયની વાર છે. આ દરમિયાન ચર્ચાઓ એવી થઇ  રહી હતી કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નિયત સમય કરતા એટલે કે સરકાર પાંચ વર્ષ પુરા કરે એ પહેલા જ યોજવામાં આવશે. આ પાછળનો તર્ક એ આપવામાં આવતો હતો કે માર્ચમાં ઉત્તરપ્રદેશના વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ સાથે જ ગુજરાતની ચૂંટણી યોજાશે. જો કે રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચાઓનો અંત આવ્યો છે. કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જ આ અંગે સ્પષ્ટતા કરી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતાન નકારી કાઢી છે.

આ પણ વાંચો : GIR SOMNATH : રાજ્યમાં ખાનગી હોસ્પિટલોના નિયમન માટે આવશે નવો કાયદો ‘હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ’

આ પણ વાંચો : KUTCH : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, તલ, ગુવાર અને રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થવાનો ભય

Next Video