આંતરરાષ્ટ્રીય ગોલ 2030માં ટીબી મુક્ત વિશ્વનો છે, પરંતુ ભારત 2025ના અંત સુધીમાં ટીબી મુક્ત થશે: માંડવિયા

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) -એકતાનગર( ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14 મી બેઠકનું આજે સમાપન થયું હતું આ બેઠકના સમાપનમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું ટીબી મુક્ત ભારત મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત 2025 સુધીમાં ટીબી મુક્ત થશે ભારત, જેનો રોડમેપ આ ચિંતન શિબિરમાં તૈયાર કરી […]

આંતરરાષ્ટ્રીય ગોલ 2030માં ટીબી મુક્ત વિશ્વનો છે, પરંતુ ભારત 2025ના અંત સુધીમાં ટીબી મુક્ત થશે: માંડવિયા
સ્વાસ્થ્ય ચિંતન શિબિરના સમાપનમાં માંડવિાનું સંબોધન
| Edited By: | Updated on: May 07, 2022 | 5:06 PM

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) -એકતાનગર( ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14 મી બેઠકનું આજે સમાપન થયું હતું આ બેઠકના સમાપનમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું ટીબી મુક્ત ભારત મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત 2025 સુધીમાં ટીબી મુક્ત થશે ભારત, જેનો રોડમેપ આ ચિંતન શિબિરમાં તૈયાર કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ગોલ 2030માં ટીબી મુક્ત વિશ્વનો છે, પરંતુ ભારત 2025ના અંત સુધીમાં ટીબી મુક્ત થશે. ભારતના તમામ રાજ્યો મે મહિનામાં “નીક્ષય”પોર્ટલ પર તમામ ટીબીના દર્દીઓની માહિતી મૂકશે. સમાજને વિવિધ જવાબદારીઓ સોંપી ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવશે. દેશના દરેક વિધાનસભા ક્ષેત્ર, ગામ, જિલ્લો અને બ્લોકને જનપ્રતિનિધિ અને ઓફિસર્સ જો દત્તક લે તો ખરેખર 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતની મુહિમ રંગ લાવશે.

શિબિરમાં દેશના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ  સહભાગી બન્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને ૫ થી ૭ મે દરમિયાન યોજાઈ રહેલી આ શિબિરમાં દેશના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે.મુખ્યમંત્રીએ શિબિરના ઉદ્દઘાટન સત્રને સંબોધતા જણાવ્યું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીગણ, તજજ્ઞો દ્વારા દેશની આરોગ્ય સેવા, સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, આયુષ, યોગને વ્યાપક અને બહેતર બનાવવા વિચારમંથનના સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા છે.

એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આ અગાઉ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન દિલ્હીમાં થતું હતુ, તે પરંપરામાં બદલાવ લાવીને અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના આમંત્રણને માન આપીને એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલાવની શરૂઆત છે.દેશના આરોગ્યસેવાઓની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 64000  કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં પાંચ વર્ષ માટે એક જિલ્લામાં 100  કરોડના ખર્ચે આરોગ્ય લક્ષી વિવિધ માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.આ પ્રકલ્પોમાં મેડિકલ કોલેજ ટર્શરી કેર સુવિધાઓ, અત્યાધુનિક લૅબ, તકનીકી સેવાઓ ઉપકરણો આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.