Narmada : Sou ખાતે ફરી એકવાર ટિકિટ સાથે છેડછાડ, એજન્ટ વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

|

Jul 30, 2021 | 7:15 PM

Sou પરથી ફરી એકવાર છેડછાડ કરેલી ટિકિટ પકડાઈ છે.સુરતના વધુ એક ટ્રાવેલ એજન્ટે પ્રવાસીઓને ટિકિટના દર વધારીને ટિકિટ પધરાવી હોવાનું સામે આવ્યું છે.

Narmada : Sou ખાતે ફરી એકવાર ટિકિટ સાથે છેડછાડ, એજન્ટ વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
file photo

Follow us on

Narmada : Sou પરથી ફરી એકવાર છેડછાડ કરેલી ટિકિટ પકડાઈ છે.સુરતના વધુ એક ટ્રાવેલ એજન્ટે પ્રવાસીઓને ટિકિટના દર વધારીને ટિકિટ પધરાવી હોવાનું સામે આવ્યું છે. આજે 12 જેટલી છેડછાડ કરેલી ટિકિટો પકડાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી એજન્ટ સામે sou તરફથી કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે. 7 વયસ્ક અને 5 બાળકની ટિકિટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જાગૃત સ્ટાફે આ ટિકિટ ઝડપી પાડી હતી. એજન્ટે વધુ પૈસા કમાવવાની લાલચમાં મૂળ ટિકિટમાં 30 રૂપિયા ઉમેર્યા હતા. ટ્રાવેલ માર્ક ટ્રાવેલ્સ કંપનીએ ટિકિટમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હાલ Sou ઓથોરિટીનાં કોન્સ્ટેબલ શાંતિલાલ તડવીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Published On - 7:11 pm, Fri, 30 July 21

Next Article