Narmada Statue of Unity ધુળેટીના દિવસે પણ રહેશે ખુલ્લુ, તંત્રનાં નિર્ણયથી પ્રવાસીઓમાં આનંદની લાગણી

|

Mar 17, 2021 | 10:55 AM

આગામી 29 માર્ચને સોમવાર અને ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી ધ્યાને લઇને નર્મદા (Narmada) મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

આગામી 29 માર્ચને સોમવાર અને ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી ધ્યાને લઇને નર્મદા (Narmada) મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે પરંતુ 30 માર્ચ મંગળવારે તમામ સ્થળોએ રજા રહેશે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરવામાં આવે છે. જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ આગામી 29 માર્ચને સોમવારનાં રોજ ધુળેટી પર્વ હોવાથી લોકો નદી કિનારે કુદરતી વાતાવરણમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કેવડિયામાં અન્ય ઘણા પ્રોજેક્ટો જોવાના મળી રહે એટલે લોકો સોમવારની રજા સમજી બીજા સ્થળે પ્લાનિંગ ના કરે એ માટે તંત્ર દ્વારા સોમવારની રજા મંગળવારે રાખી છે.

Next Video