Narmada: સિક્યુરિટી ગાર્ડ સાથે દાદાગીરી કરનાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

|

Mar 11, 2021 | 7:47 PM

Narmada: કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કના સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી પ્રકરણમાં 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

Narmada: કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કના સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી પ્રકરણમાં 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. મહત્વપૂર્ણ છે કે Statue of Unity  નજીક જંગલ સફારી પાર્ક ખાતે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. જે દરમિયાન 5 જેટલા ટ્રાફિક પોલિસકર્મીઓએ એન્ટ્રી પાસ વગર જંગલ સફારી પાર્કમાં જવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

જેમને રોકતા ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હતી. જે મુદ્દે ન્યાયની માગ સાથે સિક્યુરિટીના કર્મચારીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યુ હતું. સાથે જ મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેની નોંધ લઈને નર્મદા જિલ્લા પોલીસ વડાએ તમામ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષ મનસુખ, કૃષ્ણલાલા મહેશ, મનોજ ધનજી, અનિલ મહેશ અને રાજેન્દ્ર ખાનસિંહનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: PM Modi શુકવારે અમદાવાદની મુલાકાતે, સામાન્ય જનતા માટે આ રોડ રહેશે બંધ, જાણો ડાયવર્ઝન

Next Video