નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ […]

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો
| Updated on: Oct 23, 2020 | 5:38 PM

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ કરાવતા 45 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા જેને લઈને આશ્રમ કવોરન્ટાઈન કરાયો હતો. હાલમાં સેનેટાઇઝિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ પોઝિટિવ આવનારને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો