Ahmedabad: કોરોનાથી સાજા થયેલા મ્યૂકર માઈકોસિસનો થઈ રહ્યા છે શિકાર, સિવિલ કેમ્પસમાં 447 દર્દીઓ દાખલ

|

May 19, 2021 | 2:28 PM

કોરોનાથી સાજા થયેલા પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકર માઈકોસિસનો શિકાર થઈ રહ્યા છે.

અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં હાલ 447 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ છે, તો બીજી તરફ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. વાવાઝોડાના દિવસે સિવિલમાં 27 જેટલા દર્દીઓ દાખલ થયા હતા. તો સિવિલમાં થર્ડ ફ્લોર મ્યુકોરમાઈકોસિસ માટે ફાળવવામા આવ્યો છે.

કોરોનાથી સાજા થયેલા પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકર માઈકોસિસનો શિકાર થઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોમાં ૪૪૦થી ૪૫૦ જેટલા મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ કહ્યું કે, જૂની સિવિલ હોસ્પિટલમાં ૩૬૦થી ૩૭૦ જેટલા દર્દીઓને સારવાર અપાઈ રહી છે. જેમાં ગઇકાલે ૨૦ જેટલા દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધી છે. સાથે જ આ રોગની સારવારમાં વપરાતાં એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન બજારમાં ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને નાછુટકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, જેના કારણે દર્દીઓને પૂરતા ઈન્જેક્શન મળતાં ન હોવાની દર્દીઓના સગાની બુમરાણ છે.

Next Video