GSEB HSC Result 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. સામાન્ય પ્રવાહનું પરિણામમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,01,797 છે.
આ પણ વાંચો : GSEB HSC Result 2023 : સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર
જેમાં સામાન્ય પ્રવાહના 1,00,699 વ્યવસાયલક્ષી પ્રવાહમાં 146 વિદ્યાર્થીઓ, તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 952 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ 77,043 છે.
સામાન્ય પ્રવાહમાં 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 52,291 છે. જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 21,038 છે. જ્યારે D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,020 છે. તેમજ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,875 છે.
આ પરીક્ષામાં4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.
જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે હિન્દી વિષયનું પરિણામ સૌથી વધુ 94.91 ટકા આવ્યું છે જ્યારે ફિલોસોફી વિષયનું પરિણામ સૌથી ઓછું 76.69 ટકા આવ્યું છે.
આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 91.99 ટકા , હિન્દી 94 .91 ટકા, અંગ્રેજી 94.38 ટકા,અંગ્રેજી (એસ. એલ) 87. 53 ટકા, ઇકોનૉમિક્સમાં 88. 32 ટકા, બિઝનેશ ઓર્ગેનાઇજેશન 90.05 ટકા, સંસ્કૃતમાં 85.95 ટકા, ફિલોસોફીમાં 76.69 ટકા, સોશિયોલોજીમાં 92. 16 ટકા, સાયકોલોજીમાં 88.80 ટકા, જિયોગ્રાફીમાં 90. 08 ટકા, એકાઉન્ટમાં 86. 20 ટકા અને કોમ્પ્યુટરમાં 86. 93 ટકા પરિણામ આવ્યું છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:26 am, Wed, 31 May 23