મોરબીમાં મહેકી માનવતા, અનેક સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ સ્વયંભૂ આદર્યો સેવાનો યજ્ઞ

મોરબીનો (Morbi) ઝૂલતો પુલ તૂટી જવાના કારણે સર્જાયેલ દુર્ઘટનામાં મોરબી તથા સૌરાષ્ટ્રની અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોએ સ્વયંભૂ જ આગળ આવી સેવાનો યજ્ઞ આદરી સૌરાષ્ટ્રની ખમીરતાના દર્શન કરાવ્યા છે.

મોરબીમાં મહેકી માનવતા, અનેક સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ સ્વયંભૂ આદર્યો સેવાનો યજ્ઞ
મોરબીમાં અનેક નાગરિકો અને સંસ્થાઓ આપી રહ્યા છે સેવાઓ
| Edited By: | Updated on: Nov 01, 2022 | 1:26 PM

મોરબીમાં મચ્છુ નદી પર બનેલી દુર્ઘટનામાં અકસ્માતમાં સત્તાવાર રીતે 134 લોકોના મોત થયા છે. આ પુલ સાત મહિના પહેલા ક્ષતિના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. 26 ઑક્ટોબરે જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.આ અકસ્માત પર દેશ-વિદેશની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. આ ક્રમમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ ચૂંટણી કાર્યક્રમો સામાન્ય રીતે કરવાનું નક્કી કર્યુ છે. ત્યારે દુર્ઘટના બાદ હવે સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ મોરબીમાં સેવા યજ્ઞ શરુ કર્યો છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પણ ભોજન, દવાઓ અને ચા-નાસ્તો સહિતની સુવિધા આપવાનું શરુ કર્યુ છે.

નાગરિકો સ્વયંભૂ આપી રહ્યા છે સેવા

મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાના કારણે સર્જાયેલ દુર્ઘટનામાં મોરબી તથા સૌરાષ્ટ્રની અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોએ સ્વયંભૂ જ આગળ આવી સેવાનો યજ્ઞ આદરી સૌરાષ્ટ્રની ખમીરતાના દર્શન કરાવ્યા છે. નાત-જાત કે ધર્મના ભેદભાવ ભૂલી સમગ્ર મોરબીવાસીઓએ આ આપદાની ઘડીમાં શકય તે તમામ રીતે સ્થાનિક વહીવટી તંત્ર તથા બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલ આર્મી, નેવી, એન.ડી.આર.એફ, ફાયર, પોલીસ વગેરેને મદદરૂપ થઈ પોતાની આગવી સંવેદના વ્યક્ત કરી છે.

વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી આપી શ્રદ્ધાંજલિ

મચ્છુ નદીના પ્રવાહમાંથી લોકોને બહાર લાવવા, દુર્ઘટનાના સ્થળેથી અસરગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા, ભોજન તથા રહેઠાણની વ્યવસ્થા, ફૂડ પેકેટ, દવા, વાહન, ચા-પાણી-નાસ્તો વગેરે જેવી નાનામાં નાની વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ઉભી કરી તંત્રને તાકીદના સમયે મદદરૂપ થવાનું સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓએ ગૌરવવંતુ કામ હાથ ધર્યું છે. દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શહેરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી સંવેદના વ્યક્ત કરી હતી.

અનેક સંસ્થાઓ આવી આગળ

આ સેવા યજ્ઞમાં મોરબીના સ્થાનિક નાગરિકો ઉપરાંત મોરબી સીરામીક એસોસીએશન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, જયદીપ સોલ્ટ, જલારામ યુવક મંડળ, મુસ્લીમ યુવક મંડળ, મેડીકલ એસોસિએશન, પેપરમીલ એસોસિએશન, તરવૈયા ટીકર, તરવૈયા માળીયા (મીં), રઘુવંશી એસોસિએશન, ક્રેઇન સર્વિસ ક્વોરી (ભેડીયા), આઇ.એમ.એ. મોરબી, ફીશીંગ બોટ એસોસિએશન, રાજપૂત સમાજ, સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર વગેરે જેવી અનેક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો હતો.