Monsoon: કેરળમાં 31 મેના રોજ અને ગુજરાતમાં 15 જૂને ચોમાસાનું આગમન થવાની શક્યતા

|

May 24, 2021 | 5:57 PM

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ સમગ્ર રાજ્યના લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. ત્યારબાદ ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ સમગ્ર રાજ્યના લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં 15 જૂને ચોમાસું આવે તેવી શક્યતા છે. જોકે તે પહેલા 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

તૌકતે વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

હજુ ભેજનું ઉંચું પ્રમાણ હોય રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. 24 કલાક પછી ગરમીનો પારો ઉંચો જશે તેમ હવામાન ખાતાનું કહેવું છે. આજે રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ સુક્કું રહેશે.

તા.27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે ૮-૩૦ વાગ્યે ૭૩ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે ૪૯ ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે.

Next Video