Monsoon 2021 : ગુજરાતમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

|

Jul 13, 2021 | 8:59 AM

રાજ્યમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2021 : મેઘરાજાએ વચ્ચે બ્રેક લીધા બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસથી હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.રાજ્યમાં સોમવારે અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

તો મંગળવાર અને બુધવારે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદ ખેતી માટે સારો રહેશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

Next Video