Monsoon: રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું, જાણો આજે ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ

| Edited By: | Updated on: Oct 03, 2021 | 7:44 PM

Monsoon: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, સપ્ટેમ્બરમાં ખુબ વરસાદ ખાબક્યા બાદ હવે વરસાદે વિદાય લીધી હોય એમ લાગી રહ્યું છે. ચાલો જાણીએ આજે ક્યાં ક્યાં વરસ્યો વરસાદ.

M0nsoon: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, જો કે કેટલાક વિસ્તારોમાં આજે મેઘ મહેર જોવા મળી. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું.  સુરતના પલસાણા પંથકમાં વરસાદી માહોલ આજે પણ જામ્યો હતો. પલસાણામાં આજે ભારે વરસાદ જોવા મળ્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. સુરના પલસાણા સાથે કડોદરા પંથકમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળ્યો.

આ તરફ ભારે ઉકળાટ વચ્ચે દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વડોદરાના ડભોઇ અને શિનોર તાલુકામાં પણ મેઘ મહેર જોવા મળી. વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદના સમાચાર છે. તો ઉત્તર ગુજરાતમાં આજે ઉકળાટ અને બાફ અનુભવાયો. જાહેર છે કે આ વર્ષે ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર એટલી સારી રહી નથી.

જાહેર છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મોઘાએ માઝા મૂકી હતી. સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં પડ્યો છે. જોકે હવે વરસાદનું જોર ઘટ્યું છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસેલા વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ (Monsoon Record) તોડી નાખ્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ સિઝનનો 52 ટકા વરસાદ ખાબક્યો હતો.

 

આ પણ વાંચો: Surat: રાજ્યમંત્રીની યાત્રામાં જ લોકોએ કર્યો એવો વિરોધ કે પોલીસને પડી ગયો પરસેવો, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: JAMNAGAR : કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કૃષિ વિભાગ રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા કામ કરશે