Monsoon 2021: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ

|

Jun 05, 2021 | 9:49 AM

આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદ રહે તેવી પણ આગાહી કરાઈ છે.

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલની શક્યતા છે. આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદ રહે તેવી પણ આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસુ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં વરસાદના આગમન પછી ચોમાસુ આગળ વધી રહ્યુ છે.

છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ખેડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર શહેરમાં વિજળીના ભારે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાસ 1 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.

શહેરના વસ્ત્રાલ, ગોતા, બોપલ, ઘુમા, સાયંસસિટી, ઓગણજ, વૈષ્ણોદેવીમાં વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરીજનોને ગરમીમાં રાહત મળી હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક શહેરોમાં ગઇકાલે મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરામાં પણ મોડી રાત્રે વરસાદી માહલો છવાયો હતો.

આ તરફ આણંદ અને ખેડામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તો નડીયાદમાં પણ ભારે વરસાદથી ગરનાળામાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઇ હતી. આ તરફ વિરમગામ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કરાનો વરસાદ વરસ્યો.

Next Video