GUJARAT : રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 24.64 ટકા વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી મેઘમહેર

|

Jul 20, 2021 | 9:48 AM

Monsoon 2021:રાજ્યમાં મોનસુનબ્રેક પૂરું થતા હવે વિરામ બાદ ફરી ચોમાસું જામ્યું છે અને છેલ્લા 2 દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

GUJARAT : રાજ્યમાં ચોમાસું શરૂ થયાને આશરે દોઢ મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 24.64 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 30 જિલ્લાના 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો. સૌથી વધુ વરસાદ સૌથી વધુ વરસાદ કપરાડા સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ધરમપુરમાં સવા 4 ઇંચ વરસાદ, ખેરગામમાં સાડા 3 ઇંચ વરસ્યો. તો ડાંગ અને વઘઈમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે, મહુવા, તિલકવાડા અને સોનગઢમાં અઢી ઇંચ જયારે ઉમરાપાડામાં બે ઇંચ વરસાદ પડ્યો. તો માંગરોળ, વાંસદા અને જેતપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોનસુનબ્રેક પૂરું થતા હવે વિરામ બાદ ફરી ચોમાસું જામ્યું છે અને છેલ્લા 2 દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

 

Next Video