દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ

|

Oct 07, 2021 | 5:52 PM

મોહન ડેલકરના નિધન બાદ દાદારા નગર હવેલીની સીટ ખાલી પડી છે. તો હવે દાદરા નગર હવેલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે. મોહન ડેલકરની પત્ની આ ચૂંટણીમાં ઝંપલાવશે.

સંઘ પ્રદેશ દાદરા નગહવેલીની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમને જણાવી દઈએ કે સાંસાદ મોહન ડેલકરના નિધન બાદ દાદારા નગર હવેલીની સીટ ખાલી પડી છે. તો હવે દાદરા નગર હવેલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે. જેમાં ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી છે. ત્યારે માહિતી મળી રહી છે કે મોહન ડેલકરની પત્ની કલા ડેલકર આ ચૂંટણીમાં ઝંપલાવશે. ખાસ વાત છે કે 30 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આવતીકાલ એટલે કે 8 ઓક્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

માહિતી અનુસાર માજી સાંસદ મોહન ડેલકરના પત્ની ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. શિવસેના અથવા એનસીપીમાંથી ઉમદવારી કરવાની સંભાવના છે. ડમી ઉમેદવાર તરીકે પુત્ર અભિનવ ડેલકર ફોર્મ ભરવાના છે. ત્યારે હવે આ પરિવારની ગતિવિધિ ઉપર રાજકીય પક્ષોની નજર રહેશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરની થોડાક મહિના અગાઉ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ અને ગુજરાતીમાં લખેલી સુસાઈડ નોટ મુંબઈની હોટલમાં મળી હતી. જેને ઘણા ભેદ જન્માવ્યા હતા.

 

આ પણ વાંચો: પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની ડિમાન્ડ વધી, ગુજરાતમાં કોલસાથી ચાલતા 7 પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ

Next Video