
સુરત જિલ્લામાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, ટાટીયા તોડી નાખીશ, ધારાસભ્ય હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા. તે દરમિયાન અપૂરતી સુવિધાને લઇ ડૉક્ટરો અને સ્ટાફને લીધા આડા હાથે લીધા હતા. તો MLAનું મન ન ભરાતા કેમેરા સામે તેમણે ડૉક્ટરોને કહી દીધું કે આ બધી મસ્તી વધુ નહીં ચાલે, ટાટીયા તોડી નાખીશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અત્યંત કથળી છે. સિવિલ હોસ્પિટલના અનેક વિભાગમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં મળતી અનેક સેવા બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી હતી. દર્દીઓને પડતી તકલીફની અનેક ફરિયાદો મળતા ધારાસભ્ય હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં આટલી બેદરકારી દાખવવામાં આવતી હોય તો અન્ય વિભાગોની ફરિયાદની ક્યાંય કચરા-ટોપલીમાં નંખાઈ જતી હશે.
આ વાતનો અંદાજો આવતા જ ધારાસભ્ય હર્ષ સંઘવી જાતે જ ફરિયાદ લખાવવા બેસી ગયા અને અધિકારીઓ પાસે પ્લગ હજુ સુધી કે ન નાંખવામાં આવ્યો તેવો ખુલાસો માગીને જતા રહેવાને બદલે જાતે જ ફરિયાદ લખાવી. આ ઉપરાંત આગામી સમયમાં ફરિયાદનું ફોલોઅપ લેવાની પણ વાત કરી. જો ફરિયાદ પર હવે કાર્યવાહી નહીં થાય તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને લેખિત ફરિયાદ સીએમ કાર્યાલયમાં કરવાની ચીમકી આપી.
Published On - 6:34 am, Fri, 21 June 19