Kutch ના નાના રણમાં પહોંચ્યા હજારો વિદેશી પક્ષીઓ

|

Mar 13, 2021 | 11:56 AM

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક આવેલા Kutch ના નાના રણમાં વિદેશી મહેમાનોએ ધામા નાખ્યા છે. શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક આવેલા Kutch ના નાના રણમાં વિદેશી મહેમાનોએ ધામા નાખ્યા છે. શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં પક્ષીઓ નાના રણમાં આવી પહોંચ્યા છે. ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર,પેરિગ્રીન, ફાલકન,રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવા પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું છે. યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાં બરફ જામી જતો હોય છે તેવા સમયે પક્ષીઓની પાણી પીવાની અને ખોરાકની સમસ્યા સર્જાતી હોય છે. જેથી શિયાળા દરમિયાન આ પક્ષીઓ કચ્છના નાના રણમાં આવવાનું પસંદ કરતા હોય છે. દર વખતે પક્ષીઓને જોવા પક્ષીપ્રેમીઓ પણ ઉમટી પડતા હોય છે, પરંતુ આ વખતે બર્ડ ફ્લૂની દહેશતને પગલે પ્રવાસીઓને અભ્યારણ્યની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ છે.

Next Video