Gujarat : દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

|

Jul 19, 2021 | 2:26 PM

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે. જયારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે. જયારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં 23 જુલાઈએ હવાનું હળવું દબાણ સર્જાશે.જેના પગલે ગુજરાતમાં 24 જુલાઈથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે.

ગઈકાલે 18 જુલાઈના રોજ સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને નવસારી સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં ગઈકાલે સવારમાં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો ઉમરગામ માં 1 ઇંચ અને કપરાડા માં 1.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. 18 જુલાઈએ વહેલી સવારથી જ વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ હતી , જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

Next Video