મહેસુલ વિભાગે ખેડૂતો માટે ખરાઇ પ્રમાણપત્ર ફરજિયાત કર્યું, બનાસકાંઠાના ખેડૂતોમાં વિરોધનો સૂર

રાજ્યના મહેસૂલ વિભાગે ખેડૂતો માટે હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ફરજિયાત કર્યું છે. જે મેળવવા માટે બે હજાર રૂપિયા વ્યક્તિ દીઠ નકકી કરાયા. આ નિર્ણય સામે ખેડૂત ખાતેદારોમાં આક્રોશ છે. ખેડૂતો પાસેથી પહેલાથી જ સાત બારના ઉતારા, આધારકાર્ડ છે. તો નવા પ્રમાણપત્રોની શું જરૂર છે.રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ખેડૂત ખાતેદારોમાં ચાર,પાંચ નામ હોય છે. આ તમામના […]

મહેસુલ વિભાગે ખેડૂતો માટે ખરાઇ પ્રમાણપત્ર ફરજિયાત કર્યું, બનાસકાંઠાના ખેડૂતોમાં વિરોધનો સૂર
| Updated on: Nov 08, 2020 | 9:20 PM

રાજ્યના મહેસૂલ વિભાગે ખેડૂતો માટે હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ફરજિયાત કર્યું છે. જે મેળવવા માટે બે હજાર રૂપિયા વ્યક્તિ દીઠ નકકી કરાયા. આ નિર્ણય સામે ખેડૂત ખાતેદારોમાં આક્રોશ છે. ખેડૂતો પાસેથી પહેલાથી જ સાત બારના ઉતારા, આધારકાર્ડ છે. તો નવા પ્રમાણપત્રોની શું જરૂર છે.રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ખેડૂત ખાતેદારોમાં ચાર,પાંચ નામ હોય છે. આ તમામના પ્રમાણપત્ર બનાવે તો પરિવાર દીઠ 10 હજાર રૂપિયાનો ખર્ચ આવે. જગતનો તાત એક તરફ પાકના અપૂરતા ભાવને લઈ પરેશાન છે. ત્યાં સરકાર મદદ કરવાના બદલે પડતા પર પાટુ મારી રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે.

રાજ્ય સરકારના નવા નિયમ સામે ખેડૂત ખાતેદારોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. જે કામ પહેલા એક પણ રૂપિયો આપ્યા વગર મામલતદાર કચેરીએ થતું હતું. તેના બદલે ખેડૂતોએ હવે જનસેવા કેન્દ્રમાં 2 હજાર રૂપિયા ચુકવવા પડશે. જો કે અધિકારીઓ ઑનલાઈન પ્રમાણપત્ર મળતા ખેડૂતોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે તેવું જણાવી રહ્યાં છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો