Mehsana: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્વાગત સન્માન

|

Jul 08, 2023 | 7:20 AM

મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Mehsana: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્વાગત સન્માન
Vande Bharat Train

Follow us on

Mehsana: મહેસાણા રેલવે સ્ટેશન ખાતે જોધપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે, આધુનિકતા, ગતિ અને સુવિધાના સાથે આ ટ્રેન પ્રવાસ યાત્રિકો માટે રોમાંચક બનાવશે.

આ પણ વાંચો ગુજરાતમાં આવેલું છે એક અનોખું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે આખા ગામના લોકો

સાંસદ શારદાબહેન જણાવ્યું હતું કે વંદે ભારત દેશમાં આત્મનિર્ભરનો પર્યાય બની છે. પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર બનવા માટે ટ્રેનનું નિર્માણ કરાવ્યું છે. આ ટ્રેન મુસાફરોને નવો અનુભવ પ્રદાન કરાવશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર જણાવ્યું હતં કે અદ્યતન સગવડોથી યુક્ત, આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને અદ્યતન ઝડપ ધરાવતી આ વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન દેશના વિકાસને સૂચિત કરે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વંદે ભારત એક્સપ્રેસ નવા ભારતની નવી સફર

કેન્દ્રીય રેલવે સમિતિના સભ્ય ગીરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ નવા ભારતની નવી સફર છે. આ ટ્રેન 160 કિમીની સ્પીડ સાથે ટક્કર વિરોધી કવચયુક્ત છે. આ ટ્રેનમાં 360 ડિગ્રી ફરવા વાળી બેઠકના કારણે આરામદાયક પ્રવાસ કરી શકો છો. આ ઉપરાંત દિવ્યાંગજનો સહિત સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સાંજે 16:45 કલાકે ઉપડી મહેસાણા ખાતે 17:33 કલાકે પહોચશે અને જોધપુર 22.55 કલાકે પહોંચશે. તો જોધપુરથી સવારે 5:55 કલાકે ઉપડી મહેસાણા ખાતે 10:49 કલાકે પહોચશે.

ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા

મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્વાગત કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, રેલવે કર્મીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article