MEHSANA : નવા વર્ષથી શરૂ થશે ઉદયપુર-ગુજરાત હાઈવે, જાણો શું છે આ હાઈવેની ખાસિયતો

Udaipur-Gujarat Highway : આ હાઈવેથી ઉદયપુર, ઝાડોલ-ફલાસીયા વિસ્તારના લોકોને સૌથી વધુ ફાયદો થશે.

MEHSANA : નવા વર્ષથી શરૂ થશે ઉદયપુર-ગુજરાત હાઈવે, જાણો શું છે આ હાઈવેની ખાસિયતો
The Udaipur-Gujarat highway will start from the new year
| Edited By: | Updated on: Dec 18, 2021 | 8:43 PM

MEHSANA : ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુર સુધી મુસાફરી કરવાનું હવે સરળ અને સસ્તું હશે. ઉદયપુરથી ગુજરાતના આંબાવેલી સુધી નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Udaipur-Gujarat Highway) તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ હાઈવે પર માત્ર ત્રણ કિલોમીટરનું કામ બાકી છે અને માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. આદિવાસી વિસ્તારના ઝાડોલ અને ફલાસીયા સીધા હાઇવે સાથે જોડાશે અને આ હાઇવે ગુજરાતમાં આવવા-જવા માટે સમય બચાવશે. આ હાઈવેથી ઉદયપુર, ઝાડોલ-ફલાસીયા વિસ્તારના લોકોને સૌથી વધુ ફાયદો થશે.

આ હાઈવે શરૂ થવાથી ઉદયપુર સીધું વિજયનગર, ખોખરા બોર્ડર, મહેસાણા સાથે જોડાઈ જશે. ત્યારબાદ ત્યાંથી કનેક્ટ રૂટ દ્વારા હિંમતનગર, પાલનપુર, ઈડર પણ પહોંચી શકાશે. ઉદયપુરથી ઝાડોલ અને ફલાસીયા અને આ માર્ગ પર આવતા ગામડાઓ સુધી વાહનવ્યવહાર સરળ બનશે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) વિંગ આ હાઇવે તૈયાર કરી રહી છે.

અધિકારીઓનું કહેવું છે કે કામ સમયસર થઈ ગયું હોત, પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે કામ પ્રભાવિત થયું છે. હવે માત્ર ત્રણ કિલોમીટરનું કામ બાકી છે, જ્યાં માત્ર કટીંગમાં વધુ સમય લાગી રહ્યો છે, પરંતુ માર્ચ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે અને વર્ષ 2022માં હાઈવેનું કામ શરૂ થઈ જશે.

આ હાઈવેની ખાસિયતો
હાઈવે પર બે ટોલ પ્લાઝા છે. પહેલું ઉદયપુરથી 17.5 કિમી, પીપલવાસ અને બીજું કારેલમાં 76 કિમીમાં બનાવવામાં આવ્યું છે. 91 કિલોમીટરનું અંતર, 2 ટોલ પ્લાઝા હશે, ઉદયપુર જિલ્લાના ઝડોલ અને ફલાસિયા હાઈવે પરના મોટા શહેરો હશે.અંદાજિત ખર્ચ 350 કરોડ, ડિસેમ્બર 2019માં કામ શરૂ થયું અને ડિસેમ્બર 2020માં પૂરું થવાનું હતું
વિલંબનું કારણ કોરોના અને લોકડાઉન જણાવવામાં આવ્યું હતું

આ પણ વાંચો : SURAT : નેધરલેન્ડનો આ યુવાન ખેલાડી ભારતીય પ્રાચીનકાળની મલખમ અને ગદાના કલ્ચરને પ્રમોટ કરવા ખાસ આવે છે ભારત

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ