Mahesana : મહિલા પોલીસ કર્મીને, તેના પતિએ બજાર વચ્ચે આપ્યા ત્રિપલ તલ્લાક

|

Jun 08, 2021 | 1:03 PM

Mahesana : ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ, ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા તેના પતિ સામે ત્રિપલ તલ્લાક આપ્યાની ફરિયાદ નોધાવી છે.

Mahesana : મહેસાણા જિલ્લામાંથી સરકાર કર્મચારી એવા પતિ-પત્નિ વચ્ચે ત્રિપલ તલ્લાકનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ, ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા તેના પતિ સામે ત્રિપલ તલ્લાક આપ્યાની ફરિયાદ નોધાવી છે.

આ કેસની વિગત એવી છે કે, ખેરાલુ પોલીસ મથકમા ફરજ બજાવતી 32 વર્ષની મહિલા કર્મી શાહીનબાનુના લગ્ન ચાર વર્ષ પૂર્વે, ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા ઝાકીર હુસેન સાથે થયા હતા. ચાર વર્ષના લગ્ન જીવન દરિમાયન પતિ તેના ઉપર દમન ગુજારતો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

જાકિર હુસેન અન્ય કોઈ મહિલા સાથે ફરતો હોવાની બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. ઝાકિર હુસેન, શાહિનબાનુને અવારનવાર હેરાન કરતો હતો. પરસ્ત્રી સાથેના સબંધનો વિરોધ કરતા, ઝાકિરે, ભર બજારમાં ત્રિપલ તલ્લાક આપી દિધા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા પોલીસે આ ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

 

Next Video