ગજબ કિસ્સોઃ 23 વર્ષીય યુવતી 15 વર્ષના કિશોરને ભગાડી ગઈ!

|

Feb 01, 2022 | 10:38 AM

મહેસાણામાં એક સંતાનની માતા 15 વર્ષીય કિશોરને જન્મદિવસે જ ભગાડી ગઈ હોવાની વિચિત્ર ઘટના બની છે, કિશોર ગુમ થતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી 6 દિવસમાં બંનેને તાપી જિલ્લાના સોનગઢથી ઝડપી લીધા છે, પોલીસે મહિલા સામે એટ્રોસિટી - પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે

ગજબ કિસ્સોઃ 23 વર્ષીય યુવતી 15 વર્ષના કિશોરને ભગાડી ગઈ!
file photo

Follow us on

મહેસાણામાં એક સંતાનની માતા 15 વર્ષીય કિશોરને જન્મદિવસે જ ભગાડી ગઈ હેવાની વિચિત્ર ઘટના બની છે. કિશોર ગુમ થતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના પગલે પોલીસે તપાશ શરૂ કરી 6 દિવસમાં બંનેને તાપી જિલ્લાના સોનગઢથી ઝડપી લીધા છે. પોલીસે મહિલા સામે મહિલા સામે એટ્રોસિટી – પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

6 દિવસ અગાઉ 25 જાન્યુઆરીના રોજ બંને પ્રેમી પંખીડાં ભાગી ગયાં હતાં, જે દિવસે આ બંને ભાગ્યા તે દિવસે 15 વર્ષના કિશોરનો જન્મ દિવસ હતો. કિશોરના નિવેદનના આધારે એ ડિવિઝન પોલીસે પરિણીતા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બંનેનું મેડિકલ પરિક્ષણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

મહેસાણા શહેરમાં એક સંતાનની 23 વર્ષિય માતા 15 વર્ષિય કિશોરને ભગાડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. 6 દિવસ અગાઉ ભાગેલા પ્રેમી પંખીડાને એ ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

કિશોરના પિતાએ મહેસાણામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે જન્મ દિવના રોજ કિશોર બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નીકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો છે. કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષિય યુવતીએ તેના પિતાને ફોન કરતાં યુવતી સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી.

પોલીસને મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ ડિવિઝન પોલીસની એક ટીમે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધા હતા. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ

આ પણ વાંચોઃ Ahmedabad : સોશિયલ મીડિયાની મદદથી પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઇલ કરતાં યુવાનની ધરપકડ

Next Article