Mehsana જિલ્લામાં 9,887 સખી મંડળોને રૂપિયા 697 લાખ રીવોલ્વીંગ ફંડ અપાયું, સરકાર દ્વારા કેશક્રેડીટ કેમ્પ યોજાયો

મહેસાણામાં ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત(Gujarat) સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજીત કેશ ક્રેડીટ કેમ્પમાં ઉપસ્થિત રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને ગરીબોના જીવનધોરણમાં સુધારો થયો છે

Mehsana જિલ્લામાં 9,887 સખી મંડળોને રૂપિયા 697 લાખ રીવોલ્વીંગ ફંડ અપાયું, સરકાર દ્વારા કેશક્રેડીટ કેમ્પ યોજાયો
Gujarat Minister Present In Cash Credit Programme At Mehsana
| Edited By: | Updated on: Jun 29, 2022 | 7:59 PM

ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લામાં 12,115 સ્વસહાય જુથોમાં 1,30,334 બહેનો જોડાઇ છે.આ ઉપરાંત જિલ્લામાં 9,887 સખી મંડળોને(Sakhi Mandal)રૂ 697.24 લાખનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે.તેમજ 345 ગ્રામ સખી સંઘોને રૂ.1,147.30 લાખ કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ પેટે રકમ ચુકવાઇ છે. તેમજ કેશ ક્રેડીટના(Cash Credit)કાર્યક્રમમાં આજના દિવસે 30 સખી સંધોને 02,65,60,000, ક્રેશ ક્રેડીટ લોન અંતર્ગત 392 જુથોને રૂ 484 લાખ અને 343 જુથોને 01,02,90,000 નું રીવોલ્વીંગ ફંડ અપાયું હતું.ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજીત કેશ ક્રેડીટ કેમ્પમાં ઉપસ્થિત રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને ગરીબોના જીવનધોરણમાં સુધારો થાય તે હેતુથી મિશન મંગલમ કાર્યકમથી મહિલાઓના જીવન ધોરણમાં સુધારો થયો છે. આ કાર્યક્રમમાં આર્થિક પ્રવૃતિ કરનાર સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી . સરકાર તરફથી ફાળવેલ રીવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્લેસ્ટેમેન્ટ ફંડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહિલા સ્વસહાય જૂથોને આજીવિકા પ્રવૃત્તિ માટે કેશ ક્રેડિટ અપાઈ

આ પ્રસંગે હાજર વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં ગરીબો-વંચિતો અને ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે વર્ષ 2011 થી મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું જીવનધોરણ ઉંચુ લાવવાનો છે. આ યોજનાથી અનેક મહિલાઓ જીવનમાં પરીવર્તન આવ્યું છે. મહિલા સ્વસહાય જૂથોને આજીવિકા પ્રવૃત્તિ તેમજ અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંક મારફત ધિરાણ આપવાનો કેશ ક્રેડિટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ  ગુજરાતની  વિકાસયાત્રાને વેગ મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબહેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,અગ્રણી જશુભાઇ પટેલ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.