PM Modi ના વતન વડનગરની દેશના જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં ગણના થશે : જી કિશન રેડ્ડી

|

Jun 08, 2023 | 7:48 AM

અનંત અનાદિ વડનગરના તાના-રીરી ખાતે સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000  વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે.

PM Modi ના વતન વડનગરની દેશના જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં ગણના થશે : જી કિશન રેડ્ડી
Gujarat Vadnagar

Follow us on

Mehsana:ગુજરાતમાં(Gujarat)પીએમ મોદીના(PM Modi)વતન વડનગરમાં(Vadnagar)તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થ યાત્રા છે. તેમજ ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે. પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે.

આ નગરનો ઇતિહાસ 2000  વર્ષોથી પણ પ્રાચીન છે

અનંત અનાદિ વડનગરના તાના-રીરી ખાતે સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000  વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને લાગ્યુ્ં કે આ નગરનું મહત્વ અનોખું છે.

પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા 277 કરોડનો ખર્ચ

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીયન્સ મ્યુઝિયમ તેમજ 16 મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા 277 કરોડનો ખર્ચ થનાર છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે દેશભરમાં 12 હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે.અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે.પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. મંત્રીશ્રી રેડ્ડીએ દેશ ભરમાં જુદા જુદા 12 સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમની વાત કરી હતી જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ રાજપીપળામાં આકાર લઇ રહેલા અત્યાધુનિક મ્યુઝીયમની પણ જાણકારી આપી હતી.તેમને વડનગરને એક એવી હેરીટેઝ સાઇટ છે જ્યાં પ્રાચીન નગર સંસ્કૃતિ,જળ વ્યવસ્થાપન,વેપાર વાણીજ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનોની વિશાળ તક ધરબાઇને ખડી છે,

મંત્રીએ ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, ક્રિષ્ણ,જગન્નાથ,બૌધ્ધ સરકીટ જેવા પ્રવાસન વૈવૈધ્યને પ્રસ્તતુત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાશનકાળ દરમિયાન ભારતના સર્વાંગિ વિકાસને દોહરાવી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે.તેમને રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસને યોગદાન આપવ ઉપસ્થિત નાગરિકોને આહ્વવાન કર્યું હતું.

વડનગરમાં 360 વાવો,360 મંદિરો વગેરે આવેલા હતા

પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે.ઇતિહાસમાં સાત નમોથી ઓળખાતું હતું,વડનગરમાં 360 વાવો,360 મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌધ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગજ ઇતિહાસ છે.આ નગર અનેક વખત પડ્યું છે ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે.

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેર્યુ્ હતું કે અબુલ ફઝલે પણ આઈને અકબરીમા અને સ્કંદ્પુરાણમાં વડનગરનો પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ કર્યો હતો,આજે વડનગર જોવાલાયક અને પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે.

અનંત અનાદિ વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં મનોજ મુંનશિર શુક્લાએ જણાવ્યું હતું કે ભારત વસુધૈવ કુટુંબ્કમમાં માનવાવાળો દેશ છે. આ દેશનો ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે મહાભારતના કાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ નગરને સાશ્વત કહ્યું છે..આ ચમત્કાર નગરીમા્ં હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે તેનો પુરાવો છે. સાત વાર આ નગરી પડી અને ઉભી થઇ છે.આ નગરીએ દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે.

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ,તાના-રીરી સહિત વિવિધ સાત સ્થળોએ અનંત અનાદિ વડનગરની સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિર્તી તોરણ,શર્મિષ્ઠા તળાવ,હાટકેશ્વર મહાદેવ મંદિર,પ્રેરણા સ્કુલ,બી.એન.હાઇસ્કુલ,અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તરામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 am, Thu, 8 June 23

Next Article