North Gujarat : ધરોઈ જળાશયમાંથી પાણી મેળવતા ઉત્તર ગુજરાતના 10 શહેર અને 1008 ગામમાં પાણીનો કાપ

|

Jun 07, 2021 | 11:40 AM

North Gujarat : હાલ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં જ પાણી કાપ (water cut) મુકવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના 10 શહેરમાં 2 દિવસ સુધી પાણી કાપ મુકવામાં આવ્યો છે.

North Gujarat : હાલ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં જ પાણી કાપ (water cut) મુકવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના 10 શહેરમાં 2 દિવસ સુધી પાણી કાપ મુકવામાં આવ્યો છે. પાણી પુરવઠા વિભાગએ નાગરિકોને કોઈ તકલીફ ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

ધરોઈ ડેમ હેડવર્કસ ખાતે પંપીંગ મશીનરીની કામગીરીના કારણે આગામી 2 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં નહીં આવે. જેની અસર ઉત્તર ગુજરાતના ગામમાં થશે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 ગામમાં પાણી વિતરણ નહીં થઇ શકે. જેમાં વિસનગર, ખેરાલુ, વડનગર, ઊંઝા,સિદ્ધપુર, પાલનપુર, કાણોદરા, છાપી, દાંતા, અંબાજીમાં પાણી કાપ રહેશે.

 

10 શહેર અને 1008 ગામ ધરોઈના પાણી ઉપર જ નિર્ભર છે. આ પહેલા તાઉ તે વાવાઝોડાના સમયે પણ પાણીકાપ રહેતા લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.  તો પાણીકાપને પગલે પાલિકા દ્વારા હવે લોકોને 45 બોર પરથી પાણી પૂરું પાડવાની પણ શક્યતા છે.

Next Video