North Gujarat : ઉતર ગુજરાતના 10 શહેર અને 1008 ગામ આજે રહેશે પાણી વિહોણા

|

Jun 17, 2021 | 10:14 AM

North Gujarat : ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમ (dharoi dam) 10 શહેર અને 1008 ગામને પાણી પૂરું પાડે છે. આજે ધરોઈ ડેમનું પીવાનું પાણી બંધ રહેશે.

North Gujarat : ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમ (dharoi dam) 10 શહેર અને 1008 ગામને પાણી પૂરું પાડે છે. આજે ધરોઈ ડેમનું પીવાનું પાણી બંધ રહેશે. વીજ પુરવઠો આજે બંધ રહેતા પાણી પુરવઠો ખોરવાયો છે.  પાણી ના મળતા  હાલાકીનો સામનો કરવો પડશે. જેની અસર 10 શહેર અને 1008 ગામને થશે.

આ પાણીકાપની અસર ઉત્તર ગુજરાતના ગામમાં થશે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 ગામમાં પાણી વિતરણ નહીં થઇ શકે. જેમાં વિસનગર, ખેરાલુ, વડનગર, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, કાણોદરા, છાપી, દાંતા, અંબાજીમાં પાણી કાપ રહેશે.

10 શહેર અને 1008 ગામ ધરોઈના પાણી ઉપર જ નિર્ભર છે. આ પહેલા તાઉ તે વાવાઝોડાના સમયે પણ પાણીકાપ રહેતા લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા હતા. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પણ ધરોઈ ડેમ હેડવર્કસ ખાતે પંપીંગ મશીનરીની કામગીરીના કારણે 2 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં આવ્યું ના હતું.

Next Video