મહેસાણા : 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મહેસાણા (Mehsana)પધારેલા ઉધોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) ઉત્તર ગુજરાત સહકારી આગેવાનો (Co-operative Leaders)સાથે સરકીટ હાઉસ મહેસાણા ખાતે બેઠક (Meeting) યોજી હતી.આ બેઠકમાં સહકારી માળખાને કઇ રીતે વધુ સુદ્રઢ બનાવી શકાય એની ચર્ચા કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં વિવિધ જિલ્લા તાલુકાના એ.પી.એમ.સીના ચેરમેન,વાઇસ ચેરમેન,ડિરેકટર, સહકારી બેન્કોને સસ્તુ ધિરાણ કઇ રીતે મળી શકે એની ચર્ચા કરવામાં આવી હતી. સહકારી આગેવાનોએ પોતોના પ્રશ્નોની રજૂઆત મંત્રી સમક્ષ કરી હતી. આ બેઠકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સહકારી કાયદાના નિયમો અંગે પ્રશ્નોનું નિરાકરણ કઇ રીતે આવી શકે એનું માર્ગદર્શન આપ્યું હતું.
ઉધોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત રહેલા આગેવાનોના પ્રશ્નો માટે હકારત્મક અભિગમ દાખવીને પ્રાકૃતિક ખેતી માટે એ.પી..એમ.સી સંસ્થાઓ ખેડૂતોને માર્ગદર્શન,ધિરાણ અને પ્રેરણાપૂરી પાડે તેવુ આહવાન કર્યું હતું. આ બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,જિલ્લાના સર્વ ધારાસભ્યઓ,સહકારી અગ્રણીઓ,મહાનુભાવો,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,જિલ્લા અગ્રણી જશુભાઇ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉધોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉત્તર ગુજરાતના ઉધોગકારો સાથે બેઠક યોજી
આ સાથે રાજ્યના ઉધોગ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં દેદીયાસણ (Dediasan)જી.આઇ.ડી.સી હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં ઉધોગકારોને લગતા પ્રશ્નોની રજૂઆત ઉધોગકારો (Industrialist)દ્વારા કરવામાં આવી હતી. દેદીયાસણ ઇન્ડ્રસ્ટ્રીઝ એસોશિયેશન અનો નોર્થ ઝોન ફેડરેશન ઓફ ઇન્ડ્રસ્ટ્રીઝ એસોશિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બેઠકમાં મંત્રીએ ઉધોગકારોના પ્રશ્નો બાબતે હકારત્મક વલણ દાખવવામં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તે દિશામાં કટિબધ્ધ બની છે. ઉધોગકારોના પ્રશ્નોની વિગતે છણાવટ કરી તેના હકારત્મક ઉકેલની મંત્રીએ ખાતરી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ જી.આઇ.ડી.સી પ્રાથમિક શાળાના બાળકોને ગણવેશ.પુસ્તક અને દફતરનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉધોગ જગતના અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા હતા.
આ પણ વાંચો : મહેસાણા : સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 73મા પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી કરાઇ