વડનગરના બાજપુરા ગામે રસીકરણ માટે ગયેલી આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલાનો પ્રયાસ

|

Sep 25, 2021 | 7:37 PM

બાજપુરા ગામે અમુક ગ્રામજનોએ રસી ન લેવા માટે આરોગ્ય કમર્ચારીઓ સાથે માથાકૂટ કરી હતી અને મામલો બીચકયો હતો. જે બાદ આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

MEHSANA : મહેસાણાના વડનગરના બાજપુરા ગામે આરોગ્ય ટીમ પર હુમલાનો પ્રયાસ થયો છે. રસી આપવા ગેયલી આરોગ્યની ટીમ પર હુમલાનો પ્રયાસ થયો છે.આરોગ્યની ટીમે વડનગર પોલીસને જાણ આ અંગે જાણ કરી હતી પરંતુ મળતી માહિતી પ્રમાણે હજુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાજપુરા ગામે રસીકરણ માટે આરોગ્ય કર્મચારીઓની ટીમ ગામમાં પહોચી હતી. ત્યાં અમુક ગ્રામજનોએ રસી ન લેવા માટે આરોગ્ય કમર્ચારીઓ સાથે માથાકૂટ કરી હતી અને મામલો બીચકયો હતો. જે બાદ આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. આ ઘટના બાદ અન્ય ગ્રામજનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

રાજ્યમાં તાજેતરમાં સુરેન્દ્રનગરમાં પણ રસીકરણ દરમિયાન આરોગ્ય કર્મચારીઓને ધમકાવવાની ઘટના સાથે આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામે કોરોનાની રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કર્મચારીઓ રસીકરણ કરી રહ્યા હતા ત્યારે ગામના ભૂપત ખોરાણીએ કર્મચારીઓને રસીકરણ બંધ કરવાની ધમકી આપતાં વિવાદ થયો હતો.ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ ચોટીલા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને સાથે જ તમામ કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી.

આ પણ વાંચો :  CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું “ચૂંટણી સમયે બધા બોલે, પછી કોઈ દેખાતું નથી, એવું નહીં થાય”

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Next Video