Mehsana: ધોમધખતા તાપમાં ગરમીથી બચવા આરોગ્ય વિભાગે જાહેર માર્ગદર્શિકા, રાખજો આ ખાસ ધ્યાન

Mehsana: ધોમધખતા તાપમાં ગરમીથી બચવા બપોરે 12થી4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનુ ટાળવુ જોઈએ. વારંવાર ઠંડુ પાણી પીવુ, લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

Mehsana: ધોમધખતા તાપમાં ગરમીથી બચવા આરોગ્ય વિભાગે જાહેર માર્ગદર્શિકા, રાખજો આ ખાસ ધ્યાન
| Edited By: | Updated on: Mar 30, 2023 | 2:46 PM

સમગ્ર રાજ્ય અને કચ્છમાં પણ ગરમીએ પોતાના ગરમ મિજાજ બતાવ્યો છે. ત્યારે ધોમધખતા તાપથી બચીએ આરોગ્ય સાચવીએ ખાસ કરીને હીટવેવ દરમ્યાન બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.

નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખવું. અવાર-નવાર ભીનાં કપડાથી શરીર લૂછે રાખવું. વારંવાર ઠંડુ પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા.

બાળકો માટે કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન નીચુ આવે ત્યાર બાદ જ સ્નાન કરવુ, શકય હોય તો ઘરના બારી અને બારણા સાથે ઘાસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.

દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફવાળી દૂધની અને માવાની આઈટમ ખાવી નહી. ઉપવાસ કરવાનું ટાળવું, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 12 વગ્યાથી 04 વાગ્યા સુધી બહાર નીકળવાનું પણ શકય હોય તો ટાળવું.

લૂ લાગવાના લક્ષણોમાં માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું – ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, તેમજ અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે જેવી અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સવારી દવાખાનાનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: Gujarat Weather News: રાજ્યમાં હીટવેવની શક્યતાના પગલે ગાંધીનગરમાં બેઠકોનો દોર, શાળાના સમયમાં ફેરફાર સહિતના સૂચનો

રોજિંદા વપરાશમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આરોગ્ય વિભાગ રાજ્ય સરકાર દ્વારા ઉનાળા દરમ્યાન બહાર પાડવામાં આવતી ખાસ માર્ગદર્શિકા ધ્યાને લેતાં રહેવું જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:43 pm, Thu, 30 March 23