Mehsana: G20ના પ્રતિનિધિઓ મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા જાણીને થયા અભિભૂત

G20ના પ્રતિનધિઓ મોઢેરાના સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વ જાણીને આશ્ચર્ય પામ્યા હતા. સૂર્ય મંદિરના 52 સ્થંભ, વર્ષના 52 અઠવાડિયા દર્શાવે છે. તેમજ બાર માસ પ્રમાણે સૂર્યની 12  મૂર્તિઓ પણ છે.

Mehsana: G20ના પ્રતિનિધિઓ મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા જાણીને થયા અભિભૂત
| Edited By: | Updated on: Apr 04, 2023 | 8:37 PM

G20ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જેનાથી ભારતને ગૌરવ પ્રદાન થયું છે. જે અંતર્ગત 2થી 4 એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ રહેલ બીજી એનર્જી વર્કિંગ ગ્રુપના 66 પ્રતિનિધીઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના G20 અધ્યક્ષ પદ હેઠળ દ્વિતીય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી) સમિટમાં ગાંધીનગર ખાતે પધારેલા પ્રતિનિધિઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.

G20ના સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ), એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન (યુએનઇએસકેએપી), યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા (ઇઆરઆઇએ), ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોના 66 પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સુર્યમંદિરની મુલાકાતમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તેના શિલ્પ સ્થાપત્ય અને કળા  જોઈને અભિભૂત થયા હતા.

વિદેશી ડેલિગેશને ભારતીય જીવનશૈલીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું મહત્વ જાણ્યું

મોઢેરા સૂર્યમંદિર અને સુજાનપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી. સૂર્ય ઉર્જા ઉત્પાદન અને બચાવ ક્ષમતા તેમજ તેના વિવિધ કુદરતી સોર્સ અંગે પણ આ પ્રતિનિધિઓને  માહિતગાર કરવામાં આવ્યા  હતા.  લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં ઉપયોગીતા તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા પણ જણાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Breaking News: સિક્કીમમાં થયેલા હિમપ્રપાતમાં 300થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત

મોઢેરાનું ખગોળીય મહત્વ જાણીને  પ્રતિનિધિઓ આશ્ચર્ય ચકિત

G20 ના પ્રતિનધિઓ મોઢેરાના  સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વ જાણીને  આશ્ચર્ય પામ્યા હતા.  નોંધનીય છે કે   સૂર્ય મંદિર કર્કવૃત રેખા ઉપર 23.35 અક્ષાંશ પર સ્થિત છે. આથી  21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે જ્યારે દિવસના રાત્રે બંને સરખા હોય એ દિવસોમાં સૂર્યોદય સમયે સૂર્યનું કિરણ પૂર્વ દિશામાંથી સીધું ગર્ભ ગૃહમાં પ્રવેશે છે. સૂર્ય મંદિરના 52 સ્થંભ, વર્ષના 52 અઠવાડિયા દર્શાવે છે. તેમજ બાર માસ પ્રમાણે સૂર્યની 12   મૂર્તિઓ પણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…