Mahesana : જીલ્લામાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ, પરંતુ ગત વર્ષ કરતાં ઓછા વાવેતરનો અંદાજ

|

Jun 19, 2021 | 10:40 PM

મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ચોમાસામાં દિવેલા પાકનું વાવેતર સૌથી વધુ થતું હોઇ ખેડૂતો ઓગસ્ટ મહિના સુધી દિવેલાનું વાવેતર કરે છે.

Mahesana : મહેસાણા જિલ્લામાં ચોમાસા સિઝનની વાવણીના ખેડૂતો દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે ગત વર્ષ કરતાં ઓછું વાવેતર હાલમાં નોંધાયું છે.

ગત વર્ષે આ સમય દરમિયાન 15,000 હેકટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે હાલમાં 9,000 હેકટર જેટલું વાવેતર નોંધાયું છે. દર વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસુ વાવેતર 2,90,000 હેકટરમાં થાય છે. આગામી દિવસમાં હજુ જેમ ચોમાસુ સક્રિય થશે ત્યારે વધુ વાવેતર જિલ્લામાં થશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ચોમાસામાં દિવેલા પાકનું વાવેતર સૌથી વધુ થતું હોઇ ખેડૂતો ઓગસ્ટ મહિના સુધી દિવેલાનું વાવેતર કરે છે. હાલની વાત કરવામાં આવે તો હાલમાં મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર મહેસાણા જિલ્લામાં નોંધાયું છે.

આ પણ વાંચો : Gujarat Covid19 Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 228 કેસ, 5 દર્દીઓના મૃત્યુ, ત્રણ લાખથી વધુ લોકોનું રસીકરણ

Published On - 10:39 pm, Sat, 19 June 21

Next Video