Mehsana : ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મજયંતી નિમિતે યોજાયો ભીમ ડાયરો

|

Apr 15, 2023 | 8:02 AM

ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી વિવિધ રીતે ઠેર ઠેર યોજાઇ હતી જે નિમિત્તે તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાત દ્વારા ટાઉનહોલ મહેસાણા ખાતે ભીમ ડાયરો, રક્તદાન કેમ્પ,બોડી ચેકઅપ

Mehsana : ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મજયંતી નિમિતે યોજાયો ભીમ ડાયરો

Follow us on

ભારત રાષ્ટ્ર જેમનું સદૈવ ઋણી રહેશે એવા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાત દ્વારા ટાઉનહોલ મહેસાણા ખાતે ભીમ ડાયરો, રક્તદાન કેમ્પ,બોડી ચેકઅપ અને સમાજ રત્ન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ભીમ ડાયરાનું કરાયું આયોજન

આ કાર્યક્ર્મ દરમ્યાન રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે,”બાબાસાહેબના યોગદાનનો સમાજ સદા ઋણી રહેશે.”વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમે સૌ જનપ્રતિનિધિઓ હંમેશા આપને સહયોગ આપવા તત્પર રહેશું. આ અવસરે રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. લોકોએ બોડી ચેકઅપનો લાભ લીધો હતો કલાકારશ્રી ચંદ્ર બારોટ અને તેમની ટીમ દ્વારા વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબના યોગદાન,પીડા અને નવી સુધારણા ગાથાનો રજુ કરાયેલ ભીમ ડાયરાએ રંગત જમાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ

આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ,ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ,જીલ્લા કલેકટર એમ.નાગરાજન,અગ્રણી ગીરીશભાઈ,આ સમાજના પ્રમુખ ડો.શૈલેષભાઈ તુરી,ડૉ.દક્ષા બેન શૈલેષકુમાર તુરી,પૂર્વ પ્રમુખ આર.એમ.જાધવ,શંકુજ હોસ્પિટલના ગ્રીષ્માબેન પટેલ,સમર્થ ડાયમંડના ગોવિંદભાઈ પટેલ,સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રકાશભાઈ પટેલ,વિવિધ સમાજના દાતાશ્રીઓ,તુરી બારોટ સમાજ સેવા સંઘના અગ્રણીઓ,સભ્યો,કાર્યકરો તેમજ અન્ય સમાજના અગ્રણીઓ અને નાગરિકો રસભેર હાજર રહ્યા હતા.

ડો. ભીમરાવ આંબેડકરની ઊચી પ્રતિમાની પણ કારાઇ છે સ્થાપના

આ અવસર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે (KCR) હૈદરાબાદમાં ડો. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હૈદરાબાદના તેલંગણામાં કાર્યક્રમ સ્થળ પર ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા. અનાવરણ સમયે આંબેડકરની પ્રતિમા પર હેડિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ઈથેનોલના વધુ ઉત્પાદનને કારણે પેટ્રોલ સસ્તું થશે? જાણો કેવી રીતે મોંઘવારી પર લાગી શકે છે બ્રેક

આ પ્રતિમા રાજ્ય સચિવાલયની પાસે જ છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે આ પ્રતિમા રોજ લોકોને કામ વધુ સારી રીતે કરવા પ્રેરિત કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આંબેડકરની ભારતની સૌથી ઊંચી પ્રતિમા, જે રાજ્ય સચિવાલયની બાજુમાં બુદ્ધ પ્રતિમાની સામે અને તેલંગાણા શહીદ સ્મારકની બાજુમાં સ્થિત છે, તે દરરોજ લોકોને અને સમગ્ર રાજ્ય વહીવટને પ્રેરણા આપશે.

ભારતની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાની ખાસિયત

આંબેડકરની આ પ્રતિમાની કુલ લંબાઈ 175 ફૂટ છે. જેના આધારમાં 50 ફૂટનું સંસદ પણ છે. આ પ્રતિમાનું વજન 474 ટન છે. આ પ્રતિમા માટે 114 ટન કાંસ્ય અને 360 ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમાને ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ મૂર્તિકાર રામ વનજી સુતાર અને તેમના પુત્ર અનિલ રામ સુતાર દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પ્રતિમાને પણ ડિઝાઈન કરી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:02 am, Sat, 15 April 23

Next Article