મહેસાણા ઊંઝા તાલુકાના કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ECRP ફેઝ 2 અંતર્ગત 20 બેડના આઇસોલેશન વોર્ડના ઉદ્ધાટન પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે આરોગ્યની સુવિધાઓ છેવાડાના માનવીને ઉપલ્બધ થાય તે માટે સરકાર કટિબધ્ધ બની છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે કોવિડ સમય વિવિધ રાજ્યોમાં દેશના આરોગ્યમંત્રીએ ECRP ફેઝ 1 અને 02 અંતર્ગત ભંડોળ આપવામાં આવેલ હતું.જે અંતર્ગત આ નાણાંથી વિવિધ રાજ્યો પોતાના વિસ્તારમાં નવીન સુવિધાઓ ઉભી કરવામાં સક્ષમ બની છે.તેમજ આકસ્મિક સંજોગોમાં આવી સુવિધાઓ નાગરિકોને ઉપયોગી થઇ રહી છે.
મંત્રીએ ઉમેર્યું હતુ કે ગુજરાતમાં આ યોજના અંતર્ગત 124 કરોડ રૂપિયા મળ્યા હતા જે રાજ્ય સરકારે નાગરિકોની આરોગ્યની સુખ સુવિધા માટે ગ્રાન્ટનો ઉપયોગ કરી આરોગ્યનું સવલતભર્યુ માળખુ ઉભુ કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે કહોડા ગામે ઓક્સિજન પાઇપલાઇન અને ઓક્સિજન કન્સટ્રટર સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડનું ઉદ્ધાટન કરાયું છે.
આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ સુવિધામાં કોવિડ પરિસ્થિતિમાં 20 બેડનો ઉપયોગ કરી શકે તેવી સુવિધિ ઉભી કરાઇ છે. પરંતુ આગામી સમયમાં કોવિડના દર્દીઓ ન હોય ત્યારે સામાન્ય દર્દીઓઓને રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. કહોડા ગામે આઇસોલેશન વોર્ડના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર,ધારાસભ્ય કે.કે.પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડીયા સહિત તાલુકાના અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કહોડા ખાતે શ્રી યોગેશ્વર કો.ઓ.ક્રેડીટ સોસાયટી લીના રજત જ્યંતિ મહોત્સવમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે સહકારીતામાં અનેક વિકાસના નવા આયામો સર કર્યા છે.તેમણે ઉમેર્યું હતુ કે સહકારીતાના ભાવથી ગામનો રૂપિયો ગામના નાગરિકોને કામ આવી રહ્યો છે જે આપણી સહકારીતા મોડેલની અગ્રીમ સિધ્ધી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ કે ક્રેડીટ સોસાયટીના માળખામાં આમૂલ પરીવર્તન આવ્યુ છે.ત્યારે સભાસદો અને ડિરેક્ટરો ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા કટિબધ્ધ બને તે જરૂરી છે.
આરોગ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે પાણીની સમસ્યાના નિવારણ માટે સરકાર કટિબધ્ધ બની છે. ઉત્તર ગુજરાતમા આગામી વર્ષોમાં પાણી માટે રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી પાણી સવલત માટે કરોડના ખર્ચે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી તેમ જણાવી તેમણે નાગરિકોને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટે હિમાયત કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…