Mahesana : તરેટી ગામના મુક્તિધામને બનાવાશે પીપળ વન, કુલ 2 હજાર જેટલા પીપળ વાવવાનો નિર્ધાર

|

Jun 08, 2021 | 11:25 PM

તરેટીના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરપંચ અને તેમના પતિના જન્મ દિવસે 108 પીપળ વાવવામાં આવ્યા છે.

Mahesana : પીપળ એક એવું વૃક્ષ છે જે વાતાવરણમાં વધુને વધુ ઓક્સીજન આપે છે. જેથી મહેસાણાના તરેટી ગામના મહિલા સરપંચના પતિએ તેમના જન્મ દિવસે ગામના મુક્તિધામમાં ૧૦૮ પીપળા વાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી.

પીપળાના વૃક્ષને હિંદુધર્મના અતિપવિત્ર વૃક્ષ પણ માનવામાં આવે છે. જેનું એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છેકે પીપળાનું વૃક્ષ વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન છોડે છે. જેથી આપણા પૂર્વજો અને આર્યુવેદમાં નિષ્ણાંત ઋષિમુનિઓએ પીપળાને ધર્મ સાથે વણી લીધો હતો અને વૈજ્ઞાનિક રીતે પીપળાનું લોકોને મહત્વ સમજાવ્યું હતું.

તરેટીના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરપંચ અને તેમના પતિના જન્મ દિવસે 108 પીપળ વાવવામાં આવ્યા છે. કુલ 2000 જેટલા પીપળ વાવવાનો નિર્ધાર કરેલો છે. વધુમાં વધુ પીપળાના વૃક્ષ વાવીને વાતાવરણને પ્રાણવાયુથી સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

Next Video