
શાળામાં 7 હજાર લીટર ચોમાસુ પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સિવાય મધ્યાહન ભોજન દરમિયાન પાણીના થતા બગાડને અટકાવી તેના ઉપયોગને લઈ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. શાળામાં ઉછેરવામાં આવતા છોડ અને વૃક્ષોને સિંચાઈ માટે મધ્યાહન ભોજન દરમિયાન બગાડ થતા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જળ સંરક્ષણ અંગે બાળકોને પાણીના વપરાશ અંગે સમજ આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બાળકોને દેખરેખ હેઠળ જ આ માટે ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ શાળામાં ગોઠવવામાં આવી છે. શાળાને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી છે. આ પહેલા પણ જમિયતપુરા પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ જળ શ્રેણી અંતર્ગત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.
Published On - 6:40 pm, Sat, 17 June 23