MEHSANA : લાંબા વિરામ બાદ મહેસાણા અને બહુચરાજીમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદ

|

Aug 30, 2021 | 7:07 PM

RAIN IN MEHSANA : મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, તો મોઢેરા, સદુથલા, મોટપ, રણેલા ગામોમાં પણ મેઘમહેર થઇ.

MEHSANA : મહેસાણા અને બહુચરાજીમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, તો મોઢેરા, સદુથલા, મોટપ, રણેલા ગામોમાં પણ મેઘમહેર થઇ.
લાંબા વિરામ બાદ વરસાદ આવતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

રાજ્યમાં ચોમાસું પાછળ ખેંચાતાં ખેડૂતોની પરેશાની વધી ગઇ હતી. પાણીની પૂરતી આવક ન થતાં તેમના પાક બળી રહ્યા હત્યા ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં વરસાદની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો તેમના પાકની સ્થિતિ અંગે ચિંતિત થયા હતા. ખેડૂતોએ સરકારને કેનાલમાંથી પાણી છોડવાની માગ પણ કરી હતી. જો કે હવે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છે.

નોંધનીય છેકે હવામાન વિભાગે જન્માષ્ટમી બાદ સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતવાસીઓ મેઘરાજાના રિસામણાં દુર થાય તેવી આશા સેવી રહ્યાં છે. કારણ કે વરસાદ ખેંચાતા રાજયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. સાથે જ ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થાય તેવી પણ આશંકા સેવાઇ રહી છે.

રાજ્યમાં મહેસાણા ઉપરાંત અરવલ્લી, ડાંગ, સાપુતારા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના દહેગામ સહીતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ સહીતના શહેરોમાં વરસાદ પડ્યો છે, પરંતુ હજી સારા વરસાદની જરૂર છે.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : જન્માષ્ટમી પર્વ પર દ્વારિકાનગરી રોશનીથી ઝળહળી ઉઠી, દ્વારિકાનાથના વધામણા માટે ભક્તો આતુર

Published On - 7:05 pm, Mon, 30 August 21

Next Video