Mehsana: જીવતી સમાધી લેવાનાં બહાને લોકોને મૂર્ખા બનાવવા નિકળેલા મહંતની પોલ ખુલી, દોઢ કલાક સમાધીમાં બેઠેલા રહ્યા

|

Apr 05, 2021 | 8:39 AM

Mehsana: મહેસાણાના છઠીયારડા ગામ સ્થિત સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત શપ્તશુન તેમના આશ્રમમાં જ સમાધી લેવા જઈ રહ્યા હોવાની વાત પોકળ સાબિત થઈ.

Mehsana: મહેસાણાના છઠીયારડા ગામ સ્થિત સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત શપ્તશુન તેમના આશ્રમમાં જ સમાધી લેવા જઈ રહ્યા હોવાની વાત પોકળ સાબિત થઈ. 10 મિનિટમાં સમાધી લેવાની વાતો કરનારા મહંત દોઢ કલાક સુધી સમાધીમાંજ બેસી રહ્યા અને પછી મહંતે સજાવેલી દેહત્યાગની લીલાનો પણ અંત આવી ગયો.

મહંતે દાવો કર્યો હતો કે 4 એપ્રિલનાં રોજ સમાધી લઈને કુદરતી દેહત્યાગ કરશે. દેહત્યાગની વાતને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તો જોકે રોહ જોતા જ રહ્યા પણ મહંત શપ્તશુનની 10 મિનિટ દોઢ કલાકને આંબી ગઈ છતાં પણ સમાધીનાં કોઈ લક્ષણ ન દેખાતા ભક્તોમાં મુર્ખા બન્યાની અગ્નિ આંખમાં ઉતરી હતી. સ્થળ પર પોહચેલા વિજ્ઞાન જાથા સંસ્થાનાં હોદ્દેદારોએ મહંત સામે પગલા ભરવા માટે માગ કરી હતી.

પહેલાના જમાનામાં સંતો-મહંતો સમાધિ લેતા હતા પણ આધુનિક સમયમાં આવી વાતો સાંભળીને આશ્ચર્ય થાય છે. મહેસાણાના છઠીયારડા ગામ સ્થિત સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત શપ્તશુન  તેમના આશ્રમમાં જ સમાધિ લેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. અનુયાયીઓનું કહેવું હતું કે રાત્રે 10 થી 11 તેઓ દેહનો ત્યાગ કરી દેશે. મહંતના દેહત્યાગના સમાચાર વાગુ વેગે ફેલાતા આશ્રમમાં અનુયાયીઓ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પ્રવચનનું આયોજન આશ્રમ દ્વારા રાખવામાં આવ્યું હતું તો સાંજે 7.30 કલાકથી 10 વાગ્યા સુધી મહંત સત્ય શબ્દ જ્ઞાનનું પ્રવચન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે થનારી સમાધિની જાહેરાત વર્ષ 2018માં એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. કબીર ધામના અનુયાયીઓએ મહંતની સમાધીનો દાવો કર્યો હતો કે 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્તશૂન દેહ છોડી દેશે.

કોણ છે આ મહંત?

મહંત સપ્તશૂનનો જન્મ 4 એપ્રિલ 1971 રોજ થયો છે. મહંત અમદાવાદના જુના વાડજ સ્થિતિ રામપીરના ટેકરા વિસ્તારમાં રહેતા હત. ,રાજુ પરમાર અને રાજુ કરાટે નામે તેમને પાડોશીઓ ઓળખે છે જ્યાં તેમનું જુનું ઘર હતું ત્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. તેઓ વર્ષ 2005માં કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા અને 500 જેટલા વોટથી હાર્યા હતા. છેલ્લા અનેક વર્ષોથી તેઓ આધ્યાત્મિક માર્ગે જ હતા. પરિવારમાં તેઓ કુલ 3 ભાઈ છે,જેમાં સૌથી નાના મંહત સ્વપ્તશૂન છે. મહંતે S.y.bcom સુધીનો અભ્યાસ પણ કર્યો છે.

Next Video