Mehsana Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: DyCM નીતિન પટેલે કડી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું

|

Feb 28, 2021 | 12:38 PM

મતદાન બાદ નીતિન પટેલે કહ્યું કે, કડી શહેર ભાજપનો ગઢ છે અને કડીની 36માંથી 26 બેઠક અગાઉ જ બિનહરીફ થતા કડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે.

Mehsana Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: DyCM નીતિન પટેલે કડી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું
Nitin Patel - File Photo

Follow us on

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે કડીમાં મતદાન કર્યું. કડી નગરપાલિકાના વોર્ડ નંબર-4 ખાતે જન સુવિધા કેન્દ્ર પર નીતિન પટેલે પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન બાદ નીતિન પટેલે કહ્યું કે, કડી શહેર ભાજપનો ગઢ છે અને કડીની 36માંથી 26 બેઠક અગાઉ જ બિનહરીફ થતા કડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. નીતિન પટેલે કહ્યું કે, હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે.

Next Video