Mehsana: ખૂટી ચિતા.. વધી ચિંતા! મૃત્યુનો આંક વધતા સત્તાધીશોએ બનાવ્યું હંગામી સ્મશાન

|

Apr 23, 2021 | 8:04 PM

મહામારી વચ્ચે મહેસાણામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે અને અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે. ત્યારે મહેસાણામાં પણ સત્તાધીશોએ હંગામી સ્મશાન બનાવવાનો વારો આવ્યો છે.

મહામારી વચ્ચે મહેસાણામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે અને અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે. ત્યારે મહેસાણામાં પણ કઇંક આવી જ સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાના સત્તાધીશોએ હંગામી સ્મશાન બનાવવાનો વારો આવ્યો છે. મહેસાણા આર.ટી.ઓ. કચેરી પાછળ નગરપાલિકા દ્વારા 6 પ્લેટફોર્મ અને 5 ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે. આમ નવા આયોજન બાદ હવે મહેસાણામાં કુલ 4 સ્મશાન ગૃહો કાર્યરત છે. શાસકોને આશા છે કે, આ વ્યવસ્થા બાદ સ્થિતિ સુધરશે અને વધુ નવું કોઇ સ્મશાન નહીં બનાવવું પડે.

 

આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટના મોતથી હોબાળો, સારવાર કરતા ઈન્ટર્ન તબીબોના સ્વાસ્થ્યના સુરક્ષાની માંગ 

Next Video