Mehsana શહેરનું બજાર 11 દિવસ બંધ રહેશે, વેપારીઓનું બંધને સમર્થન

|

Apr 20, 2021 | 5:57 PM

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી.આ બેઠકમાં કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી. આ બેઠકમાં આજે વેપારીઓની સહમતી લીધા બાદ Mehsana શહેરમાં વધી રહેલી કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

 

Mehsana ટાઉન હોલ ખાતે આજે મહેસાણા નગર પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં Mehsana શહેરના તમામ વેપારીઓ એસોસિએશનના અગ્રણીઓએ આગામી 22 એપ્રિલ થી 2 મેં સુધી Mehsana શહેર સંપૂર્ણ લોકડાઉન રાખવા સ્વૈચ્છિક તૈયારી બતાવી છે. ત્યારે Mehsana ખાતે મળેલી નગરપાલિકા અને વેપારી સાથેની બેઠકમાં મહેસાણા શહેરમાં 22 એપ્રિલથી 10 દિવસ માટે સંપૂર્ણ lockdown રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

lockdownમાં માત્ર મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા નિર્ણય લેવાયો

Mehsana શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં corona કેસમાં સતત વધારી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા આઠ દિવસોમાં 475 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેને લઇ હવે તંત્ર પણ ચિંતિત બન્યું છે. સ્થાનિક વેપારીઓએ 10 દિવસના lockdownનો નિર્ણય લીધો છે જેમાં માત્ર મેડિકલ અને આવશ્યક વસ્તુઓ ચાલુ રહેશે.

Published On - 5:55 pm, Tue, 20 April 21

Next Video