Mehsana: તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની પ્રાથમિક શાળામાં જ ઓક્સીજન બેડ તૈયાર કરાયા

|

Apr 26, 2021 | 6:25 PM

ગામની પ્રાથમિક શાળામાં પાંચ ઓક્સીજન બેડ તૈયાર કર્યા છે, જેથી ગામમાંથી કોઈને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની અછતથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય.

મહેસાણાની તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની જ પ્રાથમિક શાળામાં હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામની પ્રાથમિક શાળામાં પાંચ ઓક્સીજન બેડ તૈયાર કર્યા છે, જેથી ગામમાંથી કોઈને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની અછતથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય.

એક તરફ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે અને કોરોનાના દર્દીઓને બેડ પણ મળતો નથી, જેને કારણે હોસ્પિટલની બહાર લાઈનો લાગે છે. જેનો ઉપાય શોધતા મહેસાણાના તરેટી ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના યુવાનોએ ગામની શાળાના ઓરડામાં જ પાંચ બેડ તૈયાર કરી દીધા.

 

આ પણ વાંચો: Surendranagar: મોકાસણા ટ્રસ્ટના યુવાનો લોકોની વ્હારે, જરૂરિયાત મંદોને આપે છે મફત ઓક્સિજન અને ટીફીન સેવા 

Next Video