કોરોનાના દર્દીઓને ઝડપથી સાજા કરવા સૌરાષ્ટ્ર યુનિ.નો મંત્ર, સાધના સાથે સારવાર

|

Apr 14, 2021 | 3:09 PM

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ( covid care center ) સારવાર સાથે સાધના કરવામાં આવી રહી છે. 

કોરોનાના કપરા કાળમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ જતા, સરકારે હવે કોવીડ કેર સેન્ટરો શરૂ કર્યા છે. ખાસ કરીને સરકારી ઈમારતો કે જ્યા કોરોનાથી સંક્રમિત થયેલા પરંતુ બહુ ગંભીર ના હોય તે પ્રકારના દર્દીઓને કોરોના કેર સેન્ટરમાં તબીબોની દેખરેખ રાખવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોરોના કેસ સેન્ટર શરુ કર્યુ છે. હાલ આ સેન્ટરમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ 40 દર્દીઓને ઝડપથી સાજા કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોવિડ કેર સેન્ટરમાં નવો મંત્ર આપનાવ્યો છે. સારવાર સાથે સાધના.

કોરોનાના વધતા સંક્રમણને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર સાથે સાધના કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 40 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સારવાર સાથે પોઝિટિવ ઉર્જા આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા કોરોનાના દર્દીઓને સંગીત થેરાપી, આધ્યાતમિક સંદેશો તથા મનોચિકીત્સા વિભાગ દ્રારા લેક્ચર આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કલાકારો દ્રારા સંગીતના સૂર પણ રેલાવવામાં આવી રહ્યા છે..

દર્દી માનસિક રીતે સ્વસ્થય થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના કહેવા પ્રમાણે આ પ્રકારની થેરાપીને કારણે દર્દીઓ માનસિક રીતે વધુ ઝડપથી સ્વસ્થય થાય છે. જેના કારણે દર્દીઓની તબિયત જલદી સારી થાય છે.

કોવિડ કેર સેન્ટરમાં ક્ષમતા વધારાશે

હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા ઓછા લક્ષણવાળા 40 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધારે બેડ ઉભા કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.

Published On - 2:41 pm, Wed, 14 April 21

Next Video