ખેડા અને આણંદ જિલ્લાના અનેક ગામોએ સ્વિકાર્યુ સ્વૈચ્છીક લોકડાઉન

|

Apr 16, 2021 | 12:47 PM

મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લાના અનેક ગામના પ્રતિષ્ઠીત અને અગ્રણી નાગરીકોએ ભેગા મળીને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશ્વાસમાં લઈને સ્વૈચ્છીક લોકડાઉન ( voluntary lockdown ) જાહેર કર્યું છે.

કોરોનાનુ સંક્રમણ વધતા અનેક ગામ, નગરમાં લોકોએ, સ્વૈચ્છીક લોકડાઉન ( voluntary lockdown ) અપનાવ્યુ છે. લોકડાઉન થકી કોરોનાની  ચેન તોડીને સંક્રમણ અટકાવવા હવે પ્રતિષ્ઠીત નાગરીકો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સામુહીક નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

મધ્ય ગુજરાતના ખેડા ( kheda )  અને આણંદ ( anand ) જિલ્લામાં અનેક ગામોએ, પોતાના ગ્રામ્યજનોને કોરોનાથી ( corona ) બચાવવા માટે સ્વચ્છીક લોકડાઉન અપનાવ્યુ છે. અનેક ગામોએ ત્રણ દિવસથી લઈને એક સપ્તાહ સુધી લોકડાઉન લાદયુ છે જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ બજારની દુકાનો ખુ્લ્લી રાખવા માટે સમય નિર્ધારીત કરી દેવાયો છે.

ગામના નાગરીકો પણ સ્વૈચ્છીક લોકડાઉને સાથ સહકાર આપી રહ્યાં છે. અત્યારે કોઈ એવું ઘર બાકી નહી હોય કે જેમના સ્વજનને કોરોના ના થયો હોય. અતિ ઝડપે સંક્રમણ ફેલાવતા કોરોનાના નવા સ્ટેનને કારણે, એક જણાને કોરોના થયા તો અન્યોને પણ ઝડપથી સંક્રમણ થઈ રહ્યું છે. આ સંક્રમણની ચેઈન તોડવા માટે, અનેક ગામના પ્રતિષ્ઠીત અને અગ્રણી નાગરીકોએ ભેગા મળીને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશ્વાસમાં લઈને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. જેને સૌ કોઈ કોરોનાની ચેઈન તોડવા માટે સારો પ્રતિસાદ આપીને સફળ બનાવી રહ્યાં છે.

Next Video