Mahesana : ગુજરાત હાઉસિંગ બોર્ડની લાલિયા વાડી, મકાનો જોખમી હોવાનો સ્થાનિકોનો દાવો

Follow us on

Mahesana : ગુજરાત હાઉસિંગ બોર્ડની લાલિયા વાડી, મકાનો જોખમી હોવાનો સ્થાનિકોનો દાવો

| Edited By: | Updated on: Mar 13, 2021 | 5:05 PM

Mahesana : ગેસની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરની નીચેનો ભાગ પોલાણવાળો છે અને લોકોનું કહેવું છે કે આ ફ્લેટ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે.

Mahesana : એક તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ થકી લોકોને સસ્તા ફ્લેટ આપવાના બાંગણા ફૂંકવામાં આવે છે તો બીજી તરફ મહેસાણાના હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

 

મહેસાણાના સોમનાથ મહાદેવ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 5 માળના એપાર્ટમેન્ટ રહીશો માટે જોખમી બની ગયા છે. કારણ કે તળિયામાં કોઈ પ્રકારનું પૂરાણ જ નથી કરાયું. પાંચ વર્ષથી અહીં રહેતા લોકો નિશ્ચિંત થઈને જીવી રહ્યા હતા. પરંતુ તેમના જીવ ત્યારે તાળવે ચોંટી ગયા જ્યારે એવી જાણ થઈ કે તેઓ જ્યાં રહે છે તે ફ્લેટના તળિયામાં કોઈ જાતનું પુરાણ જ નથી કરાયું.

 

બે દિવસ અગાઉ ગેસની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરની નીચેનો ભાગ પોલો છે અને લોકોનું કહેવું છે કે આ ફ્લેટ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. અહી રહેતા લોકોને તેઓના જીવને જોખમ છે તેવો ભય સતાવી રહ્યો છે. જો તાત્કાલિક કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ગમે ત્યારે ફ્લેટ પડી શકે તેમ છે. એકતરફ સ્થાનિકો આ અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તો બીજીતરફ ફ્લેટ બનાવનાર કન્સ્ટ્રક્શન કંપનીને તેની કોઈ જ ગંભીરતા ન હોવાનું જણાઈ આવે છે.