Love Jihad law: ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગે કાયદો થશે પસાર

|

Apr 01, 2021 | 10:53 AM

Love Jihad law : ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગેનો કાયદો થશે પસાર સાથે જ રાજ્યમાં ધર્મ પરિવર્તનના વર્તમાન કાયદામાં પણ સુધારો કરવામાં આવશે.ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને નવો કાયદો ગૃહમાં પસાર કરાશે અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં આ કાયદો પસાર થશે.

Love Jihad law : ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગેનો કાયદો થશે પસાર સાથે જ રાજ્યમાં ધર્મ પરિવર્તનના વર્તમાન કાયદામાં પણ સુધારો કરવામાં આવશે.ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને નવો કાયદો ગૃહમાં પસાર કરાશે અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં આ કાયદો પસાર થશે.લવ જેહાદના કાયદાને પગલે ગુજરાતમાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લાગશે અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ આવા કિસ્સાઓમાં કડકાઇથી કામ લેશે.

લવ જેહાદના કાયદામાં જોગવાઇની જો વાત કરીએ તો જોગવાઈ મુજબ કસુરવાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે સારી જીવનશૈલી, દેવીકૃપાનો વાયદો કરી અને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનના બનાવો બની રહ્યા છે તો ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનુ જરૂરી લાગતા હવે સરકાર આ કિસ્સામાં કડક વલણ અપનાવી રહી છે.

લવ જેહાદ બિલની ખાસિયત

લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે, સગીર – અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો, બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ, કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો, લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી, સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે, લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી, લગ્ન કરાવનાર સંસ્થા – સંગઠનો સામે લેવાશે પગલાં, આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે, ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે

Next Video