Himatnagar: સિવિલમાં સતત 15 માં દિવસે પણ વાહનોની લાંબી લાઈનો, કોઈ ખાટલા પર તો કોઈ જમીન પર સારવાર લેવા મજબુર

|

May 07, 2021 | 1:12 PM

15 થી વધુ 108 એમ્બ્યુલન્સ અને 55 થી વધુ ખાનગી વાહનો સિવિલ બહાર ખડકાયા છે. લોકો કોરોનાની સારવાર લેવા માટે ટળવળી રહ્યાં છે.

હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં સતત ૧૫માં દિવસે પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેના કારણે 15 થી વધુ 108 એમ્બ્યુલન્સ અને 55 થી વધુ ખાનગી વાહનો સિવિલ બહાર ખડકાયા છે. સિવિલના ક્વાટર્સથી મેડિકલ કોલેજના ગેટથી સિવિલના ઈમરજન્સી ગેટ સુધી લાઈનો લાગી છે. લોકો કોરોનાની સારવાર લેવા માટે ટળવળી રહ્યાં છે.

કોઈ ખાટલા પર તો કોઈ જમીન પર સારવાર લેવા માટે મજબુર બન્યા છે. અંદાજે 24 થી 36 કલાક સુધી દર્દીઓએ રાહ જોવી પડે છે. હોસ્પટિલમાંથી કોઈપણ પ્રકારની માહિતી નથી મળી રહી. એટલું જ નહિં દર્દીની વિગતો પણ લખવામાં નથી આવી રહી.

Next Video