વિઠ્ઠલ રાદડિયા, હરિ ચૌધરી અને પ્રભાતસિંહ ચૌહાણની ભાજપે ટિકીટ કાપી, જાણો કોને મળી તેમના સ્થાનો પર ટિકીટ ?

|

Mar 27, 2019 | 9:22 AM

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસ થી લઈ ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને મૂંઝવણમાં છે. ભાજપે અત્યાર સુધી બે યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આજે વધુ એક યાદીમાં ગુજરાતની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. Web Stories View more IPL 2024માં સુનિલ […]

વિઠ્ઠલ રાદડિયા, હરિ ચૌધરી અને પ્રભાતસિંહ ચૌહાણની ભાજપે ટિકીટ કાપી, જાણો કોને મળી તેમના સ્થાનો પર ટિકીટ ?

Follow us on

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસ થી લઈ ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને મૂંઝવણમાં છે. ભાજપે અત્યાર સુધી બે યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આજે વધુ એક યાદીમાં ગુજરાતની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠકને લઇને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા સીટ પરથી ભાજપે પરબત પટેલની ટિકીટ આપી છે, જ્યારે પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકને ટિકીટ મળી છે અને પંચમહાલ સીટ પર રતનસિંહને ટિકીટ આપી છે.

પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકનું નામ જાહેર થતાં રાદડિયા પરિવારને ટિકિટ મળી નથી. બનાસકાંઠાથી કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ટિકિટ કપાઈ છે, જ્યારે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તુ કપાયું છે. અત્યાર સુધી ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પછી ભાજપમાં ફરી એક વખત વિરોધનો સૂર શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો : આમ્રપાલી ગ્રુપ પર મહેન્દ્ર સિંહ ધોની વરસ્યાં, રૂ. 40 કરોડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ગુજરાતમાં ઉત્તર ગુજરાતની 10 સીટોને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગીને લઇને ચિંતામાં છે. ત્યારે ભાજપે આજે ભારે ચર્ચા વિચારણા કર્યા બાદ 3 સીટો પરથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ભાજપના આ ઉમેદવારો સામે કોંગ્રેસ આ સીટો ઉપર ક્યા ઉમેદવારોને ટિકીટ આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article