Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

|

Nov 19, 2021 | 6:44 AM

Ahmedabad: શહેરમાં દિવાળી પહેલા રોડ-રસ્તાના સમારકામનો વાયદો AMC એ આપ્યો હતો. તેમ છતાં ઘોડાસર વિસ્તારમાં આવેલ બ્રિજ પર હાલાજ જેમને તેમ જોવા મળી રહી છે.

Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ
Road in Ahmedabad

Follow us on

Ahmedabad: ચોમાસા (Monsoon 2021) દરમિયાન રોડ રસ્તાની (Road) હાલત એવી થઇ ગઈ હતી કે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો ચોમાસા બાદ રાજ્ય સરકારે રોડ રસ્તાના ખાડા પુરવાનું અભિયાન (Road Repair) પણ ચલાવ્યું હતું. આ અભિયાનમાં સરકારને હજારોની સંખ્યામાં ફરિયાદો આવી હતી. સરકારની માહિતી અનુસાર ખાડા (Pothole) પુરવાની આ ફરિયાદો પર એક્શન લેવામાં પણ આવી છે. તેમ છતાં ઘણા હાઈવે, અને અન્ય રોડ રસ્તાઓમાં પણ ખાડા જોવા મળે છે. તો બીજી તરફ શહેરોની પણ એ જ હાલત છે.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વરસાદ દરમિયાન પડેલા ખાડા દિવાળી સુધી પુરવાનું અને ખરાબ રોડ રસ્તાનું સમારકામ કરવાનું AMC એ જણાવ્યું હતું. AMC ના વાયદા કેટલા પુરા થયા તે તો અમદાવાદીઓ નજરે જ જોઈ શકે છે.

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ દિવાળી સુધીમાં તમામ રસ્તાનું સમારકામ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસે આવેલા બ્રિજ પરનો રસ્તો હજુ પણ ખાડાગ્રસ્ત છે. જેને પગલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં રોડની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

અહીંયાના સ્થાનિકોનું કહેવું છે કે ટેક્સ ભરવા છતાં તેમને સારા રસ્તાનો લાભ નથી મળી રહ્યો. ખરાબ રસ્તાના કારણે વાહનોનું મેઈન્ટેનન્સ વધવાનો અને સ્વાસ્થ્યને અસર થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી તેમની સમસ્યાનો ઉકેલ આવે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રોડ-રસ્તા અને તેની ખરાબ હાલત મામલે હાઇકોર્ટે લગભગ એક મહિના અગાઉ ઝાટકણી કાઢી હતી. ખાનગી સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પહેલા રોડ રસ્તા સારા બનાવો. કેમ કે તમારી બેદરકારી લોકોને જોખમમાં મૂકી રહી છે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને જવાબા આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે ખરાબ રોડ માટે જવાબદાર અધિકારો સામે પગલા કેમ નથી લેવાતા એ વિશે પણ સવાલ પૂછ્યા હતા.

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં 48 ટકા બિલ્ડીંગો પાસે બીયુ પરમિશન નથી, હાઇકોર્ટે લીધેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો

આ પણ વાંચો: પોલેન્ડની રાજધાનીમાં જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના નામ પર છે ચોક, જાણો તેની પાછળનું કારણ

Next Article