Local body elections : અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં વિવાદ, સુરતમાં પાસ અને કોંગ્રેસ આમને-સામને

|

Feb 08, 2021 | 7:53 PM

Local body elections પહેલા રાજ્યભરમાં વિરોધના સૂર સામે આવ્યા.અમદાવાદમાં કોંગ્રેસના નેતાએ રાજીનામું ધર્યું,

Local body elections પહેલા રાજ્યભરમાં વિરોધના સૂર સામે આવ્યા.અમદાવાદમાં કોંગ્રેસના નેતાએ રાજીનામું ધર્યું, તો કોંગ્રેસની જ મહિલા નેતાએ ઉમેદવારોની યાદી પર ગંભીર આરોપ લગાવ્યા. વડોદરામાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી, તો સુરતમાં પણ PAAS અને કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વાત અમદાવાદની કરીએ તો જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ટિકિટ ફાળવણીને લઈ નારાજ થયા છે, ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.તો બીજી તરફ મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ સોનલ પટેલે ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં ઉમેદવારોની યાદીને લઈ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરી ફરી સામે આવી. પત્રકારે પુછેલા પશ્નનો જવાબ આપવાને બદલે પ્રજાના મતે ચૂંટાયેલા નેતાએ પત્રકાર સાથે દાદાગીરી કરી. તો સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી સમયે પાસ અને કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની મનાઈ કરતા, અલ્પેશ કથિરીયાએ કટાક્ષ કરતા કહ્યું કે, એકવાર સત્તાનો સ્વાદ ચાખ્યા બાદ તેનાથી દૂર રહેવું મુશ્કેલ બની જાય છે.

 

Next Video